Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુબીરમાં નવનિર્મિત બી.આર.સી. ભવનનું લોકાર્પણ કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર ખાતે ૧.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાઓથી સજ્જ સુબીર બી. આર. સી. ભવનનું તારીખ ૫ એપ્રિલના રોજ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલેના હસ્તે લોકાર્પણ કરાયું હતું. એસ્પિરેશનલ બ્લોક સુબીરમાં શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ ક્ષેત્રે સુબીર તાલુકો આગળ વધે તે માટે સરકાર હંમેશાં કાર્યરત છે. અને આ માટે બી.આર.સી ભવન પણ ખુબ જ ઉપયોગી સાબીત થશે.

તેમજ જ સુબીરના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક પહોંચે તે માટે પણ સરકાર કાર્યરત છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું. સાથે જ નીતિ આયોગ દ્વારા શરુ કરાયેલા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ સુબીર તાલુકામા “સંપૂર્ણતા અભિયાન” મા લક્ષ્યાંક મુજબ આરોગ્યના ૩, પોષણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ખેતીવાડી વિભાગના એક એક ઇન્ડિકેટર્સ મળી કુલ ૬ ઇન્ડિકેટર્સ પૈકી તમામમા ૧૦૦ % સિદ્ધિ હાંસલ કરવામા આવેલ છે.

અને સુબીર તાલુકો એસ્પિરેશનલ બ્લોકમાંથી બહાર આવે તે માટે સૌએ પ્રયત્નો કરવાના છે તેમ પણ વિજયભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું. ડાંગમાં પાણી સમસ્યા દુર કરવા માટે સરકારે તાપી આધારીત ૮૬૬ કરોડની યોજના મંજુર કરી છે. જેનું કામ હાલ પ્રગતીમાં છે. તેમજ આવનાર સમયમાં ઘોઘલી ઘાટમાં કુલ રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે ૫ નવા ડેમો મંજુર કરવામાં આવ્યાં છે. જેનાથી આહવા તેમજ નજીકના ગામડાઓમાં પાણીનો પ્રશ્ન દુર થશે.

આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ પાણી સમસ્યા બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી પાણી સમસ્યા નિવારણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. અને અછત ધરાવતાં વિસ્તારોમાં પાણી પહોચાડવા માટે સુચનાઓ આપી છે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું. બાલવાટીકા થી લઇને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો માટે આ બી.આર.સી ભવન ઉપયોગી થશે તેમજ શિક્ષકો માટે પડકાર રૂપ બાબતો નું અહિં નિરાકરણ કરવામાં આવેશે સાથે જ તમામ ડેટા અહિંથી પ્રાપ્ત થશે તેમ ડાયટના પ્રાચાર્ય શ્રી બી.એમ.રાઉતે પોતાના પ્રાસંગિક વક્તવ્ય માં જણાવ્યું હતું. સમગ્ર શિક્ષા આહવા-ડાંગ અંતર્ગત અતિ આધુનિક સુવિધાથી સજ્જ ૧ કરોડ ૫ લાખના ખર્ચે તૈયાર થયેલ સુબીર તાલુકાના નવનિર્મિત બી.આર.સી. ભવનમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે.

તાલુકા વિધા સમીક્ષા કેન્દ્ર : તાલુકા વિધા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત તાલુકાની શાળાઓની શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરીનું મોનિટરિંગ, સત્રાંત કસોટી, એકમ કસોટીનું મોનિટરિંગ અને વિશ્લેષણ, સ્પાર્ધાત્મક પરીક્ષા જેવી કે CET, જ્ઞાન સાધના, નમો લક્ષ્મી, નમો સરસ્વતીનું રજીસ્ટ્રેશનની સ્થિતિ તેમજ પ્રવેશ અને યોજનાકીય લાભો અંગેની સ્થિતિનું મોનિટરિંગ અને વિશ્લેષણ, CTS અને UDISE+માં શાળાનાં ભૌતિક તેમજ અન્ય શૈક્ષણિક બાબતો અંગે શાળા પ્રોફાઇલનું મોનિટરિંગ અને અપડેશન અંગે માર્ગદર્શન, CTS પોર્ટલ અંતર્ગત ડ્રોપઆઉટ વિધાર્થીઓની ટ્રેકિંગ કરી પુનઃ પ્રવેશ કામગીરી મોનિટરિંગ રિસોર્સ રૂમ : દિવ્યાંગ બાળકોની ઓળખ, દિવ્યાંગ બાળકો માટે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા એકસરસાઇઝ અને વાલીઓને સાર સંભાળ અંગે માર્ગદર્શન મિટિંગ હૉલ : સદર મિટીંગ હૉલ ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવે છે. તાલુકાના શિક્ષકોને નૂતન પ્રવાહ તાલમેલ અને ગુણવત્તા માટે તાલીમ વર્ગનું આયોજન, શિક્ષણ ના વર્તમાન પ્રવાહ સાથે વાકેફ કરવા માટે તાલીમ વર્ગનું આયોજન, આચાર્ય અને શિક્ષકોને વિવિધ પ્રકારની ડિજિટલ કામગીરી માટે માર્ગદર્શન અને સહયોગ, ગુણવત્તા યુક્ત શિક્ષણ અને અધ્યાન નિષ્પત્તિઓના વિકાશ માટે રિપોર્ટ કાર્ડનું વિશ્લેષણ અને માર્ગદર્શન, STEM Lab અંતર્ગત શિક્ષકોની તાલીમ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા મહાકુંભ, SMC SMDC સભ્યોની તાલીમ વર્ગનું આયોજન, વોકેશનલ શિક્ષણ અંતર્ગત વ્યાવસાયિક શિક્ષણ, ડિજિટલ મેળા, G-SHALA અને સ્માર્ટ બોર્ડ અંગે માર્ગદર્શન અને તાલીમ, ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત વિહિકલ ટ્રૅકિંગ સિસ્ટમનું મોનીટરીંગ, સ્કૂલ ડેવલપમેન્ટના પ્લાન અંગે માર્ગદર્શન.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!