સુરત જિલ્લાના પલસાણાના વરેલીમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતક નરસિંહભાઈ ખીમજીભાઈ ગોહીલ વરેલીની તુલસીધામ સોસાયટીમાં રહેતા હતા. તેમના પુત્ર પંકજ સુરસિંઠે જાણ કરી હતી. 
પંકજે જૂકે અને કડોદરાની મોદી હોસ્પિટલ તેમજ સુરત સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી તેમની તબિયત વધુ ખરાબ હતી, પગે સોજા આવી ગયા હતા અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. જોકે તારીખ ૦૩/૦૪/૨૦૨૫ નારોજ સાંજે નરસિંહભાઈએ પોતાના ઘરના રસોડામાં ધાબા સાથે લગાવેલા હુકમાં નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. તેમની બીમારી સારી ન થતા તેઓ કંટાળી ગયા હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવ અંગે કડોદરા GIDC પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



