વાપી વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે અવારનવાર લોકો પરેશાન બને છે. ગતરોજ ગોદાલ નગર અને ઈમરાનગર વિસ્તારમાં એક હડકાયો શ્વાને ૧૨ જેટલા લોકોને બચકા ભરી લેતા ચકચાર મચી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ભોગ બનનારમાં બાળકો પણ સમાવેશ થાય છે સ્થાનિક લોકોએ આ સમગ્ર બાબતે મહાનગર પાલિકાને ફોન કર્યો અને હડકાયેલા કૂતરાને પકડવા માટે રજૂઆત કરી તો સામેથી જવાબ મળ્યો કે મહાનગરપાલિકા પાસે આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
આમ અંદાજિત રૂપિયા ૫૦૦ કરોડ કરતાં વધુની ગ્રાન્ટ ધરાવતી મહાનગરપાલિકા પાસે વાપી મહાનગરમાં રખડતા અને હડકાયેલા કૂતરા પકડવા માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ ન થતા તેનો ભોગ હવે આમ જનતા બની રહી છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ગમાં કુલ ૭,૩૩૩ જેટલા રખડતા કુતરા કરડવાના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ વાપીમાં નોંધાયેલા છે. રખડતા કૂતરાઓ બચકા ભરે તો તેવા દર્દીઓને એન્ટી રેબિસ વેક્સિન આપવામાં આવે છે અને આ વેક્સિન સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક ઉપલબ્ધ છે. વાપી મહાનગર પાલિકા બન્યા બાદ લોકોને તમામ પ્રકારની સેવાઓ આપવા માટે કટિબંધ છે. ત્યારે રખડતા શ્વાન અને રખડતા ઢોરો માટે કોઈ વ્યવસ્થા ન હોવાનું મહાનગરપાલિકા જણાવી રહી છે. જેના કારણે રખડતા સ્વનોની સંખ્યા વાપી વિસ્તારમાં વધી રહી છે. અને જેના કારણે જ સ્વાન કરડવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ત્યારે આ બાબતે પણ મહાનગરપાલિકાના કમિશનર યોગેશભાઈ ચૌધરી દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં અને નગરજનોમાં ઊઠી છે.
