નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 14 જૂન, 2025ના દિવસે NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પહેલો ક્રમ મેળવ્યો છે અને ઈન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દોર કેન્દ્રો પર NEET UF પરીક્ષા આપનારા 75 ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, 4 મેના દિવસે તોફાન અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમનું પેપર બગડ્યું હતું. આ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં 9 જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, NTA આ 75 ઉમેદવારો સિવાયના પરિણામ જાહેર કરી શકે છે.
રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારે પોતાનો રોલ નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે. નોંધનીય છે કે, નીટ યુજી 2025ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી જૂન, 2025ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોએ 5 જૂન સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી,. ફાઇનલ આન્સર કી 14 જૂને દાખલ કરવામાં આવી હતી. નીટ 2025ની પરીક્ષાનું આયોજન 4 મે, 2025ના દિવસે દેશભરમાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર સિંગલ શિફ્ટમાં બપોરે 2 વાગ્યાથે સાંજ 5 વાગ્યા સુધી લેવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષામાં ત્રણ સેક્શન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રિ સેક્શનમાંથી 45-45 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જોકે બાયોલોજી સેક્શનમાંથી 90 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોને કુલ 180 અનિવાર્ય પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા, જેનો કુલ અંક 720 છે. નીટ 2025 પરીક્ષમાં વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા પર 4 માર્ક્સ આપવામાં આવે છે અને કોઈપણ ખોટા જવાબ આપવા પર 1 માર્ક નેગેટિવ માર્કિંગના રૂપે કાપવામાં આવે છે.
