સુરત જિલ્લાનાં સાયણ ટાઉનમાં રહેતા યુ.પી. વાસી મકાનનાં પાબા ઉપર ઊંઘતો હતો ત્યારે તસ્કરો સોના-ચાંદીનાં દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા ૬,૨૬,૨૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. મુળ ઉત્તરપ્રદેશ રાજ્યનો વતની સિદીક ઈદ્રીસ કુરેશી હાલમાં સાયણ ટાઉનમાં સુગર રોડ ઉપર આવેલ રોયલ રેસીડન્સીનાં મકાનમાં રહે છે. તેઓ દેલાડ પાટીયાથી સિવાણ તરફ જતા રોડનાં કોમ્પલેક્ષમાં એસ.કે.ફેમના નામથી વોટરજેટ મશીનના સ્પેરપાર્ટની દુકાન ચલાવે છે. 
ગત તારીખ ૨૪ નારોજ રાત્રે સિદ્દીકના સંતાનો, તેની માતા અને ભાઈ મકાનનાં દરવાજાને તાળું મારી પાબા ઉપર સુઈ ગયા હતાં. જયારે સિદ્દીક પોતે તેની પત્ની અને સાળો વતનમાંથી ટ્રેનમાં પરત આવી રહ્યા હોવાથી તારીખ ૨૫ નારોજ મધ્યરાત્રે રિક્ષામાં બંનેને લેવા માટે સુરત રેલવે સ્ટેશને ગયા હતા. તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી મળસ્કે મકાનની કાચની સ્લાઈડર બારી ખોલીને મકાનમાં ઘુસ્યા હતાં અને અંદરથી મકાનનો દરવાજો બંધ કરી દીધો હતો. આ ચોરટાઓએ મકાનના બેડરૂમની અભરાઈ ઉપર તાળું મારી મુકેલી લોખંડના પતરાની પેટીનું લોક તેમાંથી ૧૫ રોકડા, એક મોબાઈલનું ચાર્જર તેમજ સૌના-ચાંદીના દાગીના મળી ૬,૨૯,૨૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ બાબતે સિદીક કુરેશીએ તારીખ ૨૬ નાંરોજ મોડી સાંજે તસ્કરો વિરૂદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.




