ખેડા જીલ્લાનાં પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાને કહ્યુ મારી મમ્મીને તું કેમ મારે છે?તેમ કહી લાકડાંના ફટકા માથામાં મારી દેતા ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે કરાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, બોરધા ગામે તારીખ ૧૧ એપ્રિલના રોજ સાંજે નગીન બાબુભાઇ ઉર્ફે બાબુડીયા ભાઇ રાઠવા ઘરે હતા. 
તે સમયે બકા ભાઇ રાઠવાએ નગીન ભાઇને ધક્કો મારી જમીન ઉપર પાડી દઇ ગળું પકડી રાખ્યુ હતુ. તે સમયે બનસિંગભાઇ રાઠળા ગુસ્સામાં આવી કહ્યુ કે તું મારી મમ્મીને કેમ મારે છે?તેમ બોલી લાકડાં વડે નગીન ભાઇને માથામાં ફટકા મારી દેતા નગીન ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.આ બનાવથી આસપાના લોકો દોડી આવતા બંને શખ્સો ત્યાથી ફરાર થઇ ગયા હતા. બોરધા ગામે પુત્રએ પિતાના માથામાં લાકડાંના ફટકા મારી ઘટના સ્થળે મોત નિપજાવતા કરાલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં બંને આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયા હતા.




