Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાય નહીં તે માટે આ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, તેની જગ્યાએ જાણો કયો શબ્દપ્રયોગનો કરવો પડશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાય નહીં તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે, તેની જગ્યાએ હવે ઠાકોર શબ્દપ્રયોગનો અમલ કરવો પડશે. રાજ્યમાં છ જાતિના લોકો પર આ શબ્દની સીધી અસર થતી હોવાથી અનેક રજૂઆતો મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલું જ નહીં મહેસૂલી રૅકોર્ડ અને પંચાયતના રૅકોર્ડમાં આ શબ્દ સુધારવાની અને સંબોધન ન કરવાની સૂચના આપવામાં આવી છે.

અપમાન અને તિરસ્કાર જેવી લાગણી વ્યક્ત થતી હોવાથી આ શબ્દનો ઉપયોગ નહીં કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ૧૪૬ જાતિઓનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ૭૨મા ક્રમાંક પર ‘ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી’ જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે, આ પૈકી ઠાકરડા શબ્દનો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે જ્યાં જાતિ તરીકે ઠાકરડા શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે સુધારીને ઠાકોર શબ્દ વાપરવાનો રહેશે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે પણ જાતિ તરીકે ઠાકરડા લખાવ્યું હોય કે મહેસૂલી રૅકોર્ડમાં આ શબ્દનો પ્રયોગ થયો હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!