Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્ય સરકાર રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત માટે ટેકાનો ભાવ ઘઉં માટે રૂ.૨,૪૨૫/- પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવેલ છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે.

ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહેલ છે. ઘઉંની પ્રાપ્તિની સમય મર્યાદા તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નિયત થયેલ હોઇ રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. જેનો ખેડૂતોને લાભ લેવા જિલ્લા મેનેજર ગ્રેડ-૧ અને જિલ્લા પુરવઠા અધિકારી તાપી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!