Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારત અને અમેરિકાનાં સંબધોમાં આવેલ મજબૂતીની અસર : ભારતીય નૌકાદળ માટે અમેરીકા પાસેથી છ વિમાન ખરીદશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર સમજૂતી પછી દ્વિપક્ષીય સંબધોમાં આવેલી મજબૂતીની અસર હવે સંરક્ષણ સહકાર ઉપર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ જ ઘટનાક્રમ હેઠળ બંને દેશ લગભગ ૩ અબજ અમેરિકન ડોલરના એક મોટા  સંરક્ષણ સોદાની દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યાં છે. આ પ્રસ્તાવ ભારતીય નૌકાદળ માટે છ એડિશનલ પી-૮આઇ એન્ટી સબમરિન વોરફેર અને મેરીટાઇમ સર્વેલન્સ વિમાનોથી જોડાયેલ છે.

જેના કારણે હિંદ સમુદ્ર ક્ષેત્રમાં ભારતની સર્વેલન્સ ક્ષમતાને વધુ મજબૂતી મળવાની આશા છે. ભારતીય નેવી પાસે હાલમાં ૧૨ પી-૮આઇ મેરીટાઇમ સર્વેલન્સ વિમાન છે. જે તમિલનાડુના અરાકોણમ અને ગોવા સ્થિત એરબેઝથી સંચાલિત કરવામાં આવી રહ્યાં છે. આ વિમાનો દ્વારા નેવી પૂર્વ અને પશ્ચિમી સમુદ્ર કાંઠાની સાથે સાથે પોતાના સમગ્ર જવાબદાર ક્ષેત્રમાં શત્રુઓની ગતિવિધિઓ પર નજર રાખે છે.

છ વિમાનો સામેલ થવાને કારણે નેવીની એન્ટી સબમરિન અને સમુદ્ર સર્વેલન્સ ક્ષમતાઓમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર છ નવા પી-૮આઇ વિમાનના ખરીદ પ્રસ્તાવને  ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. મંત્રાલયની મંજૂરી મળ્યા પછી આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની પાસે મોકલવામાં આવશે. નેવીની આ ખરીદ યોજના લાંબા સમયથી વિચારાધીન હતી પરંતુ કીંમતથી જોડાયેલા મુદ્દાઓને કારણે મંત્રણા લાંબા સમયથી અટકી રહી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!