ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં એક વિદ્યાર્થીએ પોતાના ટીચરને ગોળી મારી દીધી. રિપોર્ટ પ્રમાણે,વિદ્યાર્થી પોતાના લંચ બોક્સમાં બંદૂક છુપાવીને લાવ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે વિદ્યાર્થીને ટીચરે લાફો માર્યો તો ગુસ્સામાં તેણે ટીચરવે ગોળી ધરબી દીધી. ગોળી વાગ્યા બાદ હાલ ટીચરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. હાલ ટીચરની હાલત ગંભીર છે. આ મામાલાને લઇને વિરોધ કરવા માટે ટીચર્સ ધરણાં પર બેઠાં છે. આ ઘટના બાદ અનેક જગ્યાઓ પર સ્કૂલને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં કાશીપુરમાં એક ઘટનાથી ચકચાર મચી ગઇ છે. હકીકતમાં, અહીંની એક શાળામાં ભણતા 9મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના જ શિક્ષકને મારી નાખવાનો પ્રયાસ કર્યો.મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થી પોતાના લંચ બોક્સની અંદર બંદૂક છુપાવીને લાવ્યો અને ટીચરને ગોળી મારી દીધી. ગંભીર હાલતમાં ટીચરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. વિરોધ કરવા માટે CBSEબોર્ડ સાથે જોડાયેલાં અનેક ટીચર્સ હડતાળ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ વિદ્યાર્થીને ટીચરે કોઇ વાતને લઇને લાફો માર્યો હતો. એજ વાતથી તે વિદ્યાર્થી નારાજ હતો. જેનો બદલો લેવા માટે તે ટીચરને ક્લાસરૂમની અંદર જ ગોળી મારી દીધી. પોલીસે તે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. મહ્તવનું છે કે અમદાવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં પણ આવો એક બનાવ બન્યો જેમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી.



