કલોલમાં આવેલ સોનીની દુકાનમાંથી ૩,૧૫,૦૦૦/-નું સોનુ ખરીદવામાં આવ્યું હતું ત્રાહિત વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કરાવવામાં આવ્યું હતું જે બાબતે વેપારીનું ખાતું ફ્રિજ કરી દેવામાં આવ્યું હતું જેથી તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા અને પોતાની સાથે છેતરપિંડી આચરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં રાજદીપ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મનોજભાઈ સોની તેમની દુકાનમાં હાજર હતા.
જેથી તેઓએ તેને ૩૩ ગ્રામ સોનું આપ્યું હતું અને બીપીન પટેલના નામનું બિલ બનાવીને આપ્યું હતું ત્યારબાદ તેમના ફોન ઉપર અલગ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહેલ કે હું બીપીન પટેલ બોલું છું અને મારા ખાતામાંથી તમને રૃપિયા ૩,૧૫,૦૦૦નું પેમેન્ટ કરવામાં આવેલ છે જે પેમેન્ટ મારી સાથે ગાડી આપવાના બહાને છેતરપિંડી કરનાર ધવલ પટેલના કહેવાથી તમારા ખાતામાં મેં કર્યું છે બીપી પટેલે કહેલ કે ધવલ પટેલે મને ગાડી આપવાનું કહેલ જેથી મેં તમારા ખાતામાં ત્રણ લાખ પંદર હજારનું પેમેન્ટ કર્યું છે.
અને તેણે મને ગાડી આપી નથી જેથી તેઓ નિકોલ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ નિકોલ પોલીસ મથકેથી મનોજભાઈને ફોન આવેલ કે બીપીનભાઈ પટેલ એ તમારા બેન્ક એકાઉન્ટમાં ગાડી ખરીદવા બાબતે પેમેન્ટ કરેલ છે તેમની સાથે છેતરપિંડી થતાં તમારું ખાતુ ફ્રીજ કરવામાં આવેલ છે તેમ કહેતા તેઓ નિકોલ પોલીસ માટે કે તપાસ કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ કલોલ પોલીસ મથકમાં પોતાની સાથે ચેતરપિંડી આચરનાર અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી હતી.
