ગુજરાતમાં ફરી લંપી વાયરસ દેખાયો છે, છેલ્લા 15 દિવસમાં 307 પશુઓને લંપી વાયરસની અસર જોવા મળી છે, પશુપાલન વિભાગે પશુઓનું વેક્સિનેશન કર્યુ છે, તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકામાં પણ લંપી વાયરસ દેખાયો છે. જે વિસ્તારમાં લંપી વાયરસ જોવા મળ્યો છે તે વિસ્તારોમાં અન્ય ઢોરના સ્વાસ્થયની પણ ચકાસણી કરવામાં આવી છે.
તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં ગાય અને ભેસમાં લંપી વાયરસ દેખાયો છે, છેલ્લા 15 દિવસમાં 307 કેસ પશુપાલન વિભાગને મળ્યા છે અને પશુપાલન વિભાગે આવા વિસ્તારોમાં ઢોરોને વેક્સિનેશન નું કામ પણ શરૂ કરી દીધું છે, આ વાયરસ પશુઓમાં જોવા મળે છે, જયારે પણ પશુ લંપી વાયરસનો ભોગ બને છે ત્યારે તેમની દૂધ દેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. જેમાં ક્યાં તો મચ્છર, માખી કરડવાથી દૂધાળા પ્રાણીઓ લંપીથી સંક્રમિત થઈ રહ્યાં છે. તો એક સંક્રમિત પશુ અન્ય સંક્રમિત ગાય સાથે સંપર્કમાં આવવાથી થઈ રહ્યો છે. આ રોગનો શિકાર થયેલા ઢોરમાં ન્યૂમોનિયા થવો, ચામડી પર નાનીનાની ગાંઠોનું દેખાવું, પશુનો અચાનક ખોરાક ઓછો કરી દેવો, દૂધના ઉત્પાદનમાં ઘટાડો થઈ જવો કે તેમનો ગર્ભપાત થઈ જવા જેવાં લક્ષણો નજરે ચઢે છે.
લંપી વાયરસ શું છે જાણો : યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી પ્રમાણે આ બીમારી પશુઓની ચામડી પર વાઇરસને કારણે થાય છે અને આ વાઇરસ એક ખાસ પ્રકારની માખી, મચ્છર કે જીવાણુ થકી એક પશુથી બીજા પશુમાં પ્રસરે છે. આ વાઇરસથી બીમાર પશુને તાવ આવે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. લમ્પી વાઇરસના રોગી પશુને મારી નાંખવું પડે છે, જેથી રોગ બીજા પશુઓમાં ન ફેલાય.
આર્યુવેદિક ઉપાયથી લંપી વાયરસને કયોર કરી શકાય છે, ગાયને લસણ વાટીને હળદર કે ગોળ સાથે તેલ નાખીને ખવડાવી શકાય છે, લસણની સાથે તેલ નાખવાથી ગાયને ચાંદી ના પડે અને ઝાડા પણ થતા નથી, ગાય લાકડું પચાવી શકે માટે ઉકાળો કરવાની ખૂબ વધુ જરૂર પડતી નથી. વધુમાં પહેલા દિવસથી આ ઉપાય થાય ત્યારે પરિણામ મળે છે.
