મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.હે.કો. જયેશભાઈ લીલકિયાભાઈ તથા અ.પો.કો. રવીન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજુ વિરસીંગભાઈ કોંકણી (ઉ.વ.૪૨., રહે.શ્રાવણી ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
