Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શેરીમાળ ગામમાં અન્ય પુરૂષ સાથે સંબંધો હોવાના વહેમ રાખી પત્નીને મારમાર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ધરમપુરના શેરીમાળ ગામના રહીશે તેની પત્નીને અન્ય પુરૂષ સાથે સંબંધો હોવાના વહેમમાં તકરાર કરી સંતાનોની હાજરીમાં જ લાકડા વડે મારમાર્યો હતો. એટલું જ નહિ પતિએ પરપુરુષ સાથે સંબંધ હોવા અંગે પત્ની પાસે કબૂલાત કરાવતો વીડિયો પણ ફોનમાં બનાવ્યો હતો. ત્યારબાદ તેણે પત્નીને ઢોરમાર મારતા તેણી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલ તેણીના ભાઈ સહિતના સંબંધીઓ મહિલાને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધરમપુરનાં શેરીમાળ ગામના વાંકડી ફળિયામાં રહેતા વિનોદભાઈ ધાકલભાઈ માહલાના લગ્ન ૧૮ વર્ષ પહેલા ધરમપુરના ટીસ્કરી તલાટના ભોષપાડા ફળિયાના રહીશ હંસાબેન સાથે થયા હતા.

જે બાદ ભગ્નજીવનમાં દંપતીને ૧૫ વપીય પુત્ર મિલન અને ૧૪ વર્ષીય પુત્ર રોશનનું સંતાન સુખ મળ્યું છે. છેલ્લા ૧૫ દિવસથી વિનોદભાઈ પત્ની હંસાબેનને અન્ય પુરુષ વચ્ચે સંબંધો હોવાની શંકા રાખી તકરાર કરતો હતો. ગત તારીખ ૦૭-૦૫-૨૫ નારોજ વિનોદભાઈએ અચાનક ઘરે આવ્યા બાદ ઘરના બારી-બારણાં બંધ કરી બંને સંતાનોની સામે હંસાબેનને લાકડાના ફટકા માર્યા હતા. આ સમયે તેણે પત્ની હંસાબેનને તેના બીજા પુરુષ સાથે સબંધો છે તેવી કબુલાત કરવા અને કબૂલાત નહિ કરે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ શંકાશીલ વિનોદભાઈએ પત્ની હંસાબેનને જો તેણી કબૂલાત નહિ કરી તો સંતાનોને પણ માર મારશે તેવી ધમકી આપી હતી. જે બાદ તેણીના પર પુરુષ સાથે સંબંધો હોવાની કબૂલાત કરાવતો વીડીયો વિનોદે તેના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.

આટલું ઓછું હોય તેમ તે પછી પણ તેણે તેણે તેની પત્ની હંસાબેનને હોરમાર મારતા તેણી બેભાન થઈ ગઈ હતી. ઘટના અંગેની જાણ હંસાબેનના ફુવાએ ટીસ્કરી તલાટ ગામે રહેતા તેણીના ભાઈ કિરણભાઈ ભોષાને કરી હતી. જેથી કિરણભાઈ સહિતના સંબંધીઓ શેરીમાળ ગામે પહોંચ્યા હતા. જ્યાં હંસાબેન બેભાન અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલ કિરણભાઈ સહિતના પિયરિયાઓ હંસાબેનને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હંસાબેનના પગમાં ફેકચર થવું હોવાની માહિતી આપી હતી. બહેન હંસાબેનનો સંસાર બગડે નહીં તે માટે ભાઈ કિરણભાઈ સહિતના સમાજના આગેવાનોએ વિનોદભાઈને સજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિનોદભાઈ સમજે તેમ ન હોવાનું જણાતા આખરે કિરણાભાઈએ બનેવી વિનોદાભાઈ માહલા સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!