ગાંધીનગરનાં સરઢવ ગામે પિતાનાં ઘરે રહેતી પરિણીતાએ પતિના ત્રાસનાં કારણે ઝેરી દવા ગટગટાવી લઇને જીવનનો અંત આણવા પ્રયાસ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. લગ્ન પહેલાંથી જ માથે દેવું થઇ ગયુ હોય તે ચૂકવવા માટે સસરા પાસેથી રૂપિયા ૧.૫૦ લાખ લીધા બાદ પણ પતિ દ્વારા મારઝુડ કરીને ત્રાસ આપવાની સાથે પિતાને ફોન કરે તો પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા પતિ સામે આખરે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, સરઢવ ગામે દંતાણીવાસમાં રહેતી તેજલબેનના લગ્ન વર્ષ ૨૦૨૩માં મહેસાણાના જોટાણા તાલુકાના ધનાલી ગામે રહેતા અતુલ નટવરભાઇ વાઘેલા સાથે થયા હતાં. 
આખરે આ મુદ્દે તેજલબેને તેના પિતાને વાત કરીને કહ્યુ હતું કે, પૈસા નહીં આપો તો મારો પતિ મને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. જેના પગલે દિકરીનો સંસાર બચાવવા તેજલબેનના પતિને પહેલા રૃપિયા એક લાખ અને બાદમાં ટુકડે ટુકડે બીજા ૫૦ હજાર આપ્યા હતાં. આમ છતાં ગત માર્ચ મહિનાથી આરોપીએ મારઝુડ કરીને ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપવાનું શરૃ કર્યુ હતી. તેનાથી કંટાળીને તેજલબેન માવતરના ઘરે આવી ગઇ હતી. પરિવારે આરોપીને સમજાવવા કરેલા પ્રયાસો વિફળ રહેતા આખરે જેરી દવા ગટગટાવી લેતાં સારવારમાં ખસેડવામાં આવી હતી.



