સુરતનાં કીમ તાલુકાનાં પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૧૧ પ્લોટ નં.૧૪-૧૫માં ધવલભાઈ વિઠ્ઠલભાઈ બોઘરાના ખાતામાં ત્રીજા માળે રૂમ નં-૧માં રહેતા અને મૂળ નર્મદા જિલ્લાનાં ઉભારીયા ગામનાં ૪૫ વર્ષીય વાસુભાઈ કામજીભાઈ વસાવા મજૂરી કામ કરી કરતા હતા. 
જયારે વાસુભાઈ પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૧૫માં પ્લોટ નં.૮૪થી ૮૬નાં નવા બાંધકામની સાઈટ ઉપર ત્રીજા માળે પાણી છાંટવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આકસ્મિક રીતે પગ લપ્સી જતાં વાસુભાઈ ત્રીજા માળેથી ધડાકાભેર નીચે જમીન ઉપર પટકાયા હતા. તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.



