વલસાડનાં કપરાડા તાલુકાનાં નાનાપોંઢા ખાતે ગાયત્રી શો રૂમના ઉપર એચ.પી. પેટ્રોલ પંપનાં સામે રહેતા ૨૬ વર્ષીય વિક્રમ દેવરામભાઈ માલી ગત તારીખ ૧૯ મે ૨૦૨૫ નારોજ મોટા ભાઈ નિરજ સાથે બાઈક ઉપર સવાર થઈને સાડા આઠ વાગ્યે તેમની શક્તિ ઓઈલ ડેપોની દુકાન પર ગયા હતા. ત્યારે નિરજે વિક્રમને ત્યાં ઉતારી કહ્યું કે, હું વાપી પેમેન્ટ લેવા જાઉ છું અને ત્રણ ચાર વાગ્યા સુધીમાં આવી જઈશ એમ કહી બાઈક લઈ વાપી ગયો હતો.
ત્યારબાદ સાડા નવ વાગ્યે નિરજે વિક્રમને ફોન કરી કહ્યું કે, આપણી દુકાનના બાજુના ગોડાઉનમાં કામ કરતા દેવકરાભાઈનો મોબાઈલ નંબર આપ, જેથી હું તેમની સાથે બાઈક મોકલી દઈશ. જેથી વિક્રમે દેવકરાભાઈનો મોબાઈલ નંબર ટેક્સ મેસેજથી મોકલ્યો હતો. ત્યારબાદ પોણા અગિયાર વાગ્યે ફરી નિરજને ફોન કરી વિક્રમે કયારે આવશો ભાઈ એમ પૂછતા તેણે જણાવ્યું કે, હું કામમાં છું, થોડી જઈશ, ત્યારબાદ વારમાં આવી થોડીવારમાં દેવકરાભાઈ બાઈક લઈને દુકાને આવી મુકી ગયા હતા. ત્યારબાદ સવા અગિયાર વાગ્યે ફોન કરતા નિરજનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. વિક્રમે વારંવાર ફોન કરતા ફોન સતત બંધ આવતા બાઈક મુકવા આવેલા દેવકરાભાઈને પૂછ્યુ તો કહ્યું કે, નિરજ ચણોદ ચોકડી પાસે બાઈક આપી જતો રહ્યો હોવાનું જણાવાયું હતુ. જેથી વિક્રમે પરિવારજનો તેમજ મિત્રો સાથે મળી નિરજ માલીની શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો. ગુમ થનાર નિરજ કોઈને કંઈપણ કહ્યા વિના ચાલી ગયો હતો.
