સોનગઢનાં વાંકવેલ ગામનાં વિઠ્ઠલ બંગલોની પાછળ આવેલ કાચા રસ્તા ઉપર નવા આર.ટી.ઓ.થી પાંખરી વાળા રસ્તા ઉપરથી એક કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ભૂરીવેલ ગામનો એક યુવકને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. 
મળતી માહિતી મુજબ, સોનગઢનાં વાંકવેલ ગામનાં વિઠ્ઠલ બંગલોની પાછળ આવેલ કાચા રસ્તા ઉપર નવા આર.ટી.ઓ.થી પાંખરી વાળા રસ્તા ઉપર તારીખ ૨૫/૦૪/૨૦૨૫ નાંરોજ એક કાર નંબર જીજે/૨૬/એ/૩૯૪૦નો ચાલક એકલિંગ ઉર્ફે અંકિત તેજુરામ ગુર્જર (રહે.ભૂરીવેલ ગામ, નિશાળ ફળિયું, વ્યારા)એ પોતાના કબ્જાની કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કૂલ ૭૬૮ નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા ૩૮,૪૦૦/- હતી. આમ, પોલીસે દારૂનો જથ્થો, એક નંગ મોબાઈલ અને કાર મળી કૂલ રૂપિયા ૯૩,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો એમ.ડી. વાઈન શોપ નવાપુર ખાતેના ઈસમને ભરાવી આપ્યો હતો જેથી તેને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ યુવક વિરુધ પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




