ખેડાના રઢુ ગામમાં આડા સબંધનો વહેમ રાખી બાઈક લઈને નોકરી જતા યુવક પર શખ્સે છરીથી હુમલો કર્યો હતો. છરીના ઉપરાછાપરી ઘાથી ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો. આ બનાવમાં ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ખેડા તાલુકાના રઢુ ગામે રહેતા નવઘણભાઈ મગનભાઈ મકવાણા ગઈકાલે સવારે બાઈક લઈને નોકરી પર જતો હતો. ત્યારે રસ્તામાં કલ્પેશભાઈ ચંદુભાઈ પગી ઉભો હતો. દોઢ વર્ષ અગાઉ આડા સંબંધનો વહેમ રાખી નવઘણ સાથે ઝઘડો થયા બાદ સમાધાન થઈ ગયું હતું. છતા કલ્પેશે આડા સંબંધનો વહેમ રાખી નવઘણ મકવાણાને છાતી અને પેટ પર છરીથી ઉપરાછાપરી ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારે આસપાસના લોકોએ દોડી આવી નવઘણભાઈ મકવાણાને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
