ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ઈકો ગાડી પલટી જતાં યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં ચાલકે ઇકો ગાડી ચલાવતા ડોક્ટરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા યુટર્નમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા ૨૨ વર્ષીય યુવકને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. હનવતચોંડ ગામ ખાતે રહેતો નિલેશભાઈ બસ્તરભાઈ ગાવિત છેલ્લા ૧૫ દિવસથી આહવા ખાતે આવેલી REESKની ગાડી ઉપર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.
તે ઈકો લઈ ડોકટરો સાથે સાપુતારા ગયો હતો અને સાપુતારાથી પરત આહવા આવવા માટે બપોરના આશરે અઢી વાગ્યે નીકાળ્યો હતો. તે વખતે ઇકો ગાડી ડોક્ટર ધનરાજભાઈ દેવરે ચલાવતા હતા અને નિલેશભાઈ બાજુની સીટમાં બેઠા હતા અને પાછળની સીટ ઉપર ડોક્ટર મેડમ બેઠા હતા. ત્યારે સાપુતારા ઘાટ ઉતરતા હતા તે વખતે યુટર્ન પાસે ગાળક ડોક્ટર ધનરાજભાઈ દેવરેએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઈકો પલટી ગઈ હતી.
નિલેશભાઈને ગંભીર ઈજા પડોંચતા સારવાર અર્થે આહવાની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાંથી એમ્બ્યુલન્સમાં ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે રાત્રીના આઠેક વાગ્યે લઈ જવામાં આવ્યા હતા. જોકે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે નિલેશભાઈનું મોત નીપજયું હતું. આ અકસ્માતને પગલે યુવકના પિતાએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સાપુતારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
