Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મે અને જૂનમાં ભારે માગની વચ્ચે વિજળીની ભયંકર અછત સર્જાશે : NLDCનો રિપોર્ટ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર દેશમાં તાપમાન વધી રહ્યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે. દરમિયાન જો તમે પણ અત્યારથી પંખા, કુલર અને એસીનો આશરો લઈ રહ્યાં હોવ તો તમે ખૂબ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગરમી ખૂબ પડશે. જોકે આ સાથે જ વધુ એક મોટી મુશ્કેલી દસ્તક આપી શકે છે. તે છે પાવર કટ. ભારતના ટોપ ગ્રિડ ઓપરેટરે ગરમીની સીઝનમાં સમગ્ર દેશમાં થનાર પાવર કટને લઈને મોટી ચેતવણી જાહેર કરી દીધી છે. જે અનુસાર મે અને જૂનમાં ભારે માગની વચ્ચે વિજળીની ભયંકર અછત સર્જાશે અને આ દરમિયાન પાવર કટનું રિસ્ક સૌથી વધુ હશે.

નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર (NLDC) એ વિજળીના પુરવઠા અને તેના વપરાશને લઈને તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કર્યો છે. તે અનુસાર મે-જૂનમાં દેશમાં વિજળીની માગ 15થી 20 ગીગાવોટ (GW) સુધી પહોંચી શકે છે. NLDC અનુસાર મે માં આ ડિમાન્ડ સૌથી વધુ હશે અને આ માગને પૂરી કરવી ખૂબ મુશ્કેલ હશે. એક અનુમાન અનુસાર લગભગ એક તૃતીયાંશ શક્યતા છે કે મે માં સરેરાશ પુરવઠો પુરો પાડી શકાશે નહીં. જૂનમાં વિજળીનો પુરવઠો પૂરતો ન હોવાની 20 ટકા શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત મે અને જુલાઈમાં માગ પૂરી થઈ શકતી નથી. માગ અને પુરવઠાની વચ્ચે 15 ગીગાવોટથી વધુનું અંતર થઈ જાય છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2025માં બિન-સૌર કલાક દરમિયાન અછત થવાની વધુ શક્યતા છે.’ NDLC અનુસાર આ વર્ષે ઉનાળામાં મહત્તમ માંગ 270 ગીગાવોટ રહેવાનું અનુમાન છે.

ગયા વર્ષે 250 ગીગાવોટ વિજળીની માગ હતી. એનએલડીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રિન્યુએબલ એનર્જીના માધ્યમને ટૂંક સમયમાં ઈન્સ્ટોલ કરવાની જરૂર છે. માગ-પક્ષમાં અમુક ઉપાય, જેવા લોડ શિફ્ટિંગ રણનીતિ મદદ કરી શકે છે. NDLC એ આને લઈને કોલસા આધારિત સાધનોની ક્ષમતા વધારવા માટે ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ ઈમરજન્સી પાવરને લાગુ કરવાનું પણ સૂચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતની બેઝલોડ વિજળી ક્ષમતામાં કોલસા આધારિત સાધનોનું પ્રભુત્ત્વ છે. છેલ્લા અમુક વર્ષોમાં આ સાધનોની ક્ષમતા સ્થિર રહી છે, જેનાથી આ વધતી માગને પૂરી કરી રહ્યાં નથી. પરિણામે, ગ્રિડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા લિમિટેડ હેઠળ એનએલડીસીને આ વર્ષે મે અને જૂનમાં વિજળીની ભારે અછતની શંકા છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!