વલસાડનાં અતુલ ભોળાનગર વિસ્તારમાં રહેતા એક રિક્ષા ચાલકનાં ઘરે પહોંચેલા ઠગભગતોએ રિક્ષા ચાલકની પત્નીને તાંબા અને પિત્તળના વાસણો ચમકાવી આપ્યા બાદ સોનાના ઘરેણાં પણ ચમકાવી આપવાનો ઝાંસો આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ થરેણાં કાઢી આપતાની સાથે જ ચીટરો હજારો રૂપિયાની કિંમતના સોનાના થરેણાં તફડાવીને ભાગી છુટયા હતા. ઘટના અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
મળતી માહિતી મુજબ, અતુલના ભોળાનગર વિસ્તારમાં આવેલી અહમદી મસ્જિદ પાસે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના એક રીક્ષાચાલક મંગળવારે બપોરે રીક્ષા લઈને નીકળી ગયા હતા. 
વધુમાં તે શખ્સોએ રિક્ષા ચાલકની પત્નીને તેઓ સોનાના ઘરેણાં પણ ચમકાવી આપતા હોવાની લાલચ આપી હતી. જે બાદ લાલચમાં આવી ગયેલી રિક્ષા ચાલકની પત્નીએ તેની પાસેના બે સોનાના ઘરેણાં કાઢીને તેમને આપ્યા હતા. જોકે તે પછી તે બાઈક સવાર ભેજાબાજો સોનાના ઘરેણાં ચમકાવવાને બદલે તે તફડાવીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાબતે ભોગ બનનાર મહિલાએ તેણીના પતિને કરી હતી. જે બાબતની જાણ વલસાડ રૂરલ પોલીસને કરાતા રૂરલ પોલીસની ટીમે CCTV ફૂટેજનાં આધારે કસબ અજમાવનાર ભેજાબાજોની શોધખોળ શરૂ કરી હતી.



