Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભાજપના આ પૂર્વ કોર્પોરેટરેદુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કરી રસ્તાઓ પર પડેલા ખાડા જાતે જ પૂર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી તંત્રની ઉદાસીનતા સામે જગદીશ ઠાકોર નામના પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કર્યા અને તેમાંથી શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂર્યા હતા.

વરસાદી સિઝન દરમિયાન સાવરકુંડલા શહેરના અનેક માર્ગો પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ખાડાઓને કારણે અકસ્માતોનું જોખમ પણ વધી ગયું હતું. શહેરના સ્થાનિકો દ્વારા આ રસ્તાઓના ખાડા બુરવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જ્યારે લોકોની રજૂઆતોને ઘોળીને પીવામાં આવી, ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોર લોકોની મુશ્કેલીઓ જોઈને મેદાને પડ્યા હતા. તેમણે તંત્રની નિષ્ફળતા અને બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું. તેમણે શહેરભરમાં, દુકાને દુકાને ફરીને, લોકો પાસેથી “રૂપિયો-રૂપિયો” ઉઘરાવીને ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું હતું આ રીતે ભેગા થયેલા પૈસાનો ઉપયોગ તેમણે રસ્તાના ખાડા બુરવા માટે કર્યો હતો તેમણે જાતે જ શ્રમદાન કરીને, આ ઉઘરાવેલા પૈસાથી સામગ્રી ખરીદી અને શહેરના રોડ પરના ખાડાઓ પૂરી દીધા હતા. સાવરકુંડલામાં ભાજપના જ પૂર્વ સદસ્ય દ્વારા ભાજપ શાસિત સ્થાનિક તંત્ર સામે કરવામાં આવેલો આ વિરોધ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!