Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અયોધ્યામાં રામલલાના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે : છેલ્લા આઠ મહિનામાં 2.5 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી દર્શન કર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રામલલાના અભિષેક બાદથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ બમણી થઈ ગઈ છે. અયોધ્યામાં રામલલાના દરબારમાં દરરોજ 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. એટલું જ નહીં છેલ્લા આઠ મહિનામાં 2.5 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા છે. જેમાં VIP અને VVIP શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખથી વધુ છે. તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ પછી પ્રાણ પ્રતિષ્ઠાના ચાર મહિનામાં 1.5 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે. જોકે પહેલાની સરખામણીમાં હવે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દરબારમાં આવે છે, પરંતુ એપ્રિલથી આ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે હવે રામલલાના દરબારમાં દરરોજ 70થી 90 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે, ‘હાલમાં દરરોજ 70 હજારથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા આઠ મહિનામાં શ્રદ્ધાળુઓ માટે ઘણી સુવિધાઓ વધારવામાં આવી છે. આ સાથે સરળ દર્શન માટે ત્રણ પ્રકારના પાસ આપવામાં આવે છે. સુગમ દર્શન પાસ, સ્પેશિયલ પાસ સાથે આરતીમાં હાજરી આપવા માટે પાસ પણ બનાવવામાં આવે છે.’

જિલ્લા પ્રવાસન અધિકારી આરપી યાદવનું કહેવું છે કે, આ વર્ષે અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓના ચોક્કસ આંકડા જાન્યુઆરીમાં પ્રાપ્ત થશે, પરંતુ છેલ્લા આઠ મહિનામાં 2.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા છે. શ્રી રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ લગભગ ત્રણ હજાર વિદેશી શ્રદ્ધાળુઓ દર્શન માટે અયોધ્યા પહોંચ્યા હતા. જેમાં અમેરિકા, બ્રિટન, નેપાળ, શ્રીલંકા અને અન્ય ઘણા દેશોના લોકો પણ આવે છે. આ સિવાય રાષ્ટ્રપતિ, વડાપ્રધાનના VVIP અને VIPના દર્શનનો આંકડો પાંચ લાખથી ઉપર છે. ઉલ્લેખનીય છે કે, આટલા ઓછા સમયમાં એક સ્થળે VIP દર્શન કર્યા હોવાનો આ રેકોર્ડ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!