Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વેરાવળ બંદર વિસ્તારમાંથી હેરોઈન ડ્રગ્સનાં જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગીર-સોમનાથ જિલ્લાનો ૧૧૦ કિલોમીટર લાંબો દરિયો છે અને તે પણ ડ્રગ્સ નિકાસ કરતા દેશોની દરિયાઈ સરહદ નજીક હોઈ ગીર-સોમનાથ જીલ્લા પોલીસ તંત્ર સજાગ છે. પોલીસે વેરાવળ બંદર વિસ્તારમાંથી હેરોઈન ડ્રગ્સ આશરે પ૦ કિલો સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા ત્યારે રાજયના પોલીસ વડા વિકાસ સહાય ખુદ વેરાવળ આવી સમગ્ર સ્ટાફને અભિનંદન આપી એવોર્ડ-સર્ટીફિકેટ અને સન્માન કર્યું હતું.

ગીર-સોમનાથ પોલીસની ર૦રરની કામગીરી નોંધ અનુસાર જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર દરિયાઈ સીમાને જોડતો હોઈ ડ્રગ્સની ઘૂસણખોરી ન થાય જે અંગે બાજ નજર રાખી ચરસ, ગાંજા, મેફેડ્રોન ડ્રગ્સ હેરાફેરી કરતા ૭ ઈસમો પકડી કુલ કિંમત રૂપીયા ૪,૯ર,૭૧,પ૯૯નો મુદ્દામાલ કબજે કરેલ હતો. તારીખ ૪-૭-ર૪ના ૭ર કરોડ રૂપીયાનું ચરસ સોમનાથ મરીન પોલીસ સામેના દરિયાકાંઠેથી બિનવારસી કબજે કરેલ તેવી જ રીતે ઓગષ્ટ-ર૪માં સુત્રાપાડાના ધામળેજ ખાતેના  દરિયા કિનારેથી ૩૦ કરોડનું ચરસ, સુત્રાપાડાના કુંભારીયા ગામે જાન્યુ-ર૪માં ૬૦,પ૦૦નું ચરસ પકડેલું હતું. હિરાકોટ બંદરેથી ર૬.૪પ લાખનું ચરસ સાથે એકની ધરપકડ કરેલ હતી.

આમ, છેલ્લા ત્રણ વરસમાં અંદાજે પ૦૦ કરોડથી ઉપરની રકમનું ડ્રગ્સ અને ૧રથી ર૦ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તથા જીલ્લા પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ તેમજ દરિયાઈ ગામોને જોડતા પોલીસ સ્ટેશનો આ દુષણ ડામવા વારંવાર લોકજાગૃતિ શિબિર, પોષ્ટર, બેનર, રેલી, રૂબરૂ મુલાકાતો, દરિયામાં સરપ્રાઈઝ ચેકીંગ, મોકડ્રીલ જેવી અસરકારક કામગીરી બજાવી રહી છે. ડ્રગ્ઝ સામે સાવચેતી અને ભયસ્થાનો દર્શાવતી શોર્ટ ફિલ્મ કલીપ પણ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરાતી રહે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!