મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બે દિવસમાં આશરે રૂ.૮.૬ કરોડનો ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોકથી આવેલા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી લગભગ ૮.૬ કિલો ગાંજો મળી આવ્યો હતો. 
આ ત્રણ જણા બેંકોકથી આવ્યા હતા. તેમની શંકાના આધારે પૂછપરછ કરાઈ હતી. દરમિયાન તેઓ ગભરાઈ ગયા હતા. અધિકારીઓએ વધુ તપાસ કરતા તેમની પાસે રૂ.૮.૬ કરોડનો ગાંજો મળ્યો હતો. આ ત્રિપુટીની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. હવે દાણચોરીના સ્ત્રોત અને સંભવિત નેટવર્કને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.



