પલસાણા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલા આરાધના ફલોરા તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા. જેને આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા જુગાર રમી રહેલા સાગર મહાદેવ લોનારી (ઉ.વ.૩૨., રહે.આરાધના લેકટાઉન સોસાયટી જોળવા), કેશન ભગવાન પાટીલ (ઉ.વ.૩૫., રહે.આરાધના ડ્રીમ સોસાયટી, જોળવા) તથા પ્રુથ્વીરાજ ગોકુલ સોનવણે (ઉ.વ.૩૮., રહે.હરેક્રિષ્ણા સોસાયટી સર્વોત્તમ હોટલની પાછળ, બગુમરા ગામ)ને ઝડપી પાડી તેમની પાસે રોકડ રકમ તેમજ મોબાઇલ મળી કુલ ૪૨,૫૨૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




