ઉચ્છલનાં ભીતખુર્દ ગામે દૂધ ડેરીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ઉમરાના ઝાડ નીચે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશનના ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા. 




