સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા પાસેથી સુરત જિલ્લા એલસીબી પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડયા હતા.
જેથી પોલીસે સ્થળ પર રેડ કરીને ત્યાંથી વિશાલ રમેશ રાઠોડ (રહે.એરથાણ ગામ, આશ્રમ ફળિયું, તા.પલસાણા, જિ.સુરત) અને આનંદકુમાર કમલેશભાઇ ઉર્ફે ગુમલો રાઠોડ (રહે.એરથાણ ગામ, ૨૪ ગાળા ફળિયું, તા.પલસાણા, જિ.સુરત) અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને દબોચી લઈને તમામની વિરુદ્ધમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
