Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અકસ્માત : રોડ પર બે બાઈક સામસામે ટકરાતા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર બે બાઈક સામસામે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના ધ્રગ ગામે લોકમેળો હોવાથી ધ્રગ-લોડાઈ રોડ પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે. તેવામાં રોડ પર બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. અકસ્માતને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!