વલસાડ એસ.ટી. વિભાગમાં સમાવિષ્ટ નવસારી ડેપોમાંથી નવસારી-ઉભારીયા રાત્રિ રોકાણનો નવો શિડ્યૂલ ચાલુ કરવા છેલ્લા ૧૮ વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે જેની અનેક વખત ધારદાર નિયામક, વલસાડ સમક્ષ કરવામાં આવી હતી, તેમ છતાં માંગ ધ્યાને નહી લેવાતા સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત કરાઈ હતી. વલસાડ એસટી વિભાગ વિરુદ્દ્ધ રજૂઆતો વિભાગીય સરકારમાં રજૂઆત જેથી ઉચ્ચસ્તરેથી એસ.ટી. કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓને આદેશ કરાયો હતો કે, તાત્કાલિક અસરથી માંગણી મુજબની નવસારી ઉભારીયા ગામ સુધી રાત્રી રોકાણ એસ.ટી. રૂટ ચાલુ કરી દેવો, તેમ છતાં વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા બસ ચાલુ નહીં કરાતા ન્યાય માટે ઉભારીયાના એક સામાજિક કાર્યકરએ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમજ વાહન વ્યવહાર મંત્રી સાથે સચિવ કક્ષાના ઉચ્ચ અમલદારોને ફરિયાદ કરાઈ છે.




