નવસારીના જલાલપોરમાં કરંટ લાગતા 2 લોકોના મોત થયાની કરૂણ ઘટના સામે આવી છે. ગણપતિના આગમન વખતે વીજ તારને અડ્યા હતા. કરાડી મટવાડ ગામે 7 લોકોને વીજ તાર ઊંચો કરવા જતા વીજ કરંટ લાગ્યો હતો. લોખંડનો પાઇપ વીજ તારને અડી જતા કરંટ લાગ્યો હોવાની પ્રથમિક મહિતી મળી છે. આ ઘટનામાં 7 વ્યક્તિને વીજ કરંટ લાગતા 2ના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકોને સામાન્ય કરંટ લાગતા સારવારમાટે હોસ્પિટલ ખસેડાયા છે.
માધ્યમો દ્વારા મળતી વિગતો પ્રમાણે જલાલપોર તાલુકામાં મોડી રાતે બે યુવાનોને કરંટ લાગતા મોત થયા છે. કરાડી મટવાડ ગામના બે યુવાનોના ગણપતિ આગમન દરમિયાન મોત થયા છે. ગામમાં ગણપતિ લાવતી વેળા વીજ તાર ઊંચો કરવા જતા કરંટ લાગ્યો હતો. લોખંડનો પાઇપ વીજ તારને અડી જતા સાત લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા સાત પૈકી બે યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં તથા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.કરાડી મટવાડ ગામમાં મોડી રાતે બે લોકોને ગણપતિ લાવતી વખતે કરંટ લાગવાથી મોતની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામ લોકો ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા હતા. આ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. એક સાથે બે લોકોના મોત થતા આખા ગામમાં ગમગીનતા છવાય છે.




