તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

Trending News : ડાંગ દરબારમાં માનવ મહેરામણ ઉમટ્યો: પરંપરા અને સંસ્કૃતિના સંગમમાં ‘વોકલ ફોર લોકલ’નો ગુંજારવ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લાની આન, બાન અને શાન સમાન પરંપરાગત ‘ડાંગ દરબાર’ના ભાતિગળ લોકમેળામાં આ વર્ષે જનમેદનીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. આહવા ખાતે યોજાઈ રહેલા આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા સર્વત્ર લોકમેળાનો રંગ જામ્યો છે. જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આયોજનબદ્ધ વ્યવસ્થાને કારણે મુલાકાતીઓમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે.

આ ઐતિહાસિક લોકમેળામાં માત્ર ડાંગના અંતરિયાળ વિસ્તારના લોકો જ નહીં, પરંતુ નવસારી, તાપી, વલસાડ તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ હજારોની સંખ્યામાં મેળાર્થીઓ ઉમટી પડ્યા છે. ડાંગની પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિના દર્શન કરવા માટે પર્યટકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મેળામાં આવતા નાગરિકોની સુરક્ષા તંત્રની પ્રાથમિકતા રહી છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર મેળો સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે.શુદ્ધ પીવાનું પાણી, પાર્કિંગ અને તબીબી સેવાઓ માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.

ડાંગના ઐતિહાસિક મેળામાં લાખોની જનમેદની: કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ સુચારુ વ્યવસ્થાપન : સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે ૯૫૦ થી વધુ નાના-મોટા વેપારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જ્યાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. બાળકો અને મોટેરાઓ માટે અદ્યતન રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે રાત્રિના સમયે ‘રંગ ઉપવન’ ખાતે યોજાતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડાંગની કલા અને પરંપરાની ઝલક જોવા મળે છે. મોટી સંખ્યામાં કલાપ્રેમી જનતા આ સાંસ્કૃતિક વારસાને નિહાળી અભિભૂત થઈ રહી છે.

‘વોકલ ફોર લોકલ’ અને ટ્રાયબલ ફૂડ : આ વર્ષે ડાંગ દરબારમાં ‘સ્વદેશી અભિયાન’ ની ગુંજ સંભળાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા ‘વોકલ ફોર લોકલ’ ની થીમ હેઠળ સ્થાનિક પરંપરાગત ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ’નું આયોજન કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે ડાંગના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહારનો પરિચય કરાવી રહ્યા છે.

error: Content is protected !!