પૂર્વ હાસન સાંસદ પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કાર મામલે કોર્ટે દોષી ઠેરવ્યા હતા. ત્યારે આજે બેંગ્લુરુની સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી.. જેડીએસના પૂર્વ સાંસદને આજીવન કેદની સજાનું એલાન કરાયુ છે. આ સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું છે. પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડાના પૌત્ર છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે દોષિત પ્રજ્વલ રેવન્નાને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(K) અને 376(2)(N) હેઠળ આ સજા ફટકારી છે. આ સાથે કોર્ટે દોષિતને ₹10 લાખનો દંડ ફટકાર્યો છે અને પીડિતાને ₹7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સજા આજથી અમલમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. પ્રજવ્વલ રેવન્ના વિરુદ્ધ બળાત્કાર કેસ મામલે મહત્વના પુરાવા રૂપે સાડી પણ કોર્ટમાં રજૂ કરાઇ હતી. આરોપ હતો કે પૂર્વ સાંસદએ પીડિત સાથે એક નહી પણ બે વાર બળાત્કાર કર્યો. પીડિતાએ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે અને તેની પાસે તે સાડી પણ હતી. જેને તેણે પુરાવા તરીકે સંભાળી હતી. તપાસમાં તે સાડી પર સ્પર્મના નિશાન પણ મળી આવ્યા. જેથી મામલો વધારે મજબૂત થઇ ગયો. કોર્ટેમાં આ સાડીને નિર્ણયાક પુરાવા રૂપે રજૂ કરવામાં આવી.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આઇટી એક્ટની અનેક કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. કોર્ટ અને આવતીકાલે સજાનું એલાન કરશે. મહત્વનું છે કે પ્રજ્વલ રેવન્ના પર મૈસૂરના કેઆર નગરની ઘરેલુ સહાયકની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રજવલ રેવન્નાએ રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો., આ કેસની તપાસ CID ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી, જેણે લગભગ 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા.આ કેસની વાત કરીએ તો, આ કેસની સુનાવણી 31 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થઈ હતી, જેમાં કોર્ટે 23 સાક્ષીઓની જુબાની નોંધી હતી. આ ઉપરાંત કોર્ટે વિડીયો ક્લિપ્સના ફોરેન્સિક રિપોર્ટ અને સ્થળના નિરીક્ષણ રિપોર્ટની પણ સમીક્ષા કરી હતી. ટ્રાયલ ફક્ત સાત મહિનામાં પૂર્ણ થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સ્પેશિયલ જજ સંતોષ ગજાનન ભટ્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.




