તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Trending News: કાર નહેરમાં ખાબકતા 11 લોકોના મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા. આ કારમાં કુલ 15 લોકો સવાર હતા. આ દુર્ઘટના અંગે યુપીના સીએમ કાર્યાલય તરફથી એક્સ પણ જણાવ્યું કે, સીએમ યોગી આદિત્યનાથે ગોંડા દુર્ઘટનાની માહિતી મેળવીને શોકગ્રસ્ત પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ ઘાયલોને જરૂરી સારવાર માટે નિર્દેશ આપ્યા છે.

આ દુર્ઘટનાની જાણકારી મળતા જ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પોલીસ અધિકારીઓ અને કલેકટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જયારે નહેરમાં પડેલા લોકોમાંથી ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. તેમજ આ લોકો મોતીગંજ જઈ રહ્યા હતા.આ કાર ઇટીયાથોક રેહરા બેલવા નજીક નહેરના ખાબકી હતી.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અને દુ:ખ વ્યકત કર્યું છે. તેમજ મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી હતી. તેમણે એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, ગોંડામાં થયેલી દુર્ઘટના અને જાનહાનિ અત્યંત દુ:ખદ છે. મારી સંવેદના શોક્ગ્રસ્ત પરિવાર સાથે છે. હું આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરું છું. તેમજ જીલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોની સારવાર માટે નિર્દેશ આપ્યા છે.