સુરતમાં મોડીરાત્રે હત્યાની ઘટના સામે આવી છે. શહેરના લિંબાયતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. વાટિકા ટાઉનશીપ પાસે અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અજાણ્યા શખ્સો હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થયા છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લીંબાયતના મોડીરાત્રે હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. લીંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે હત્યા કરનારની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પણ સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.લીંબાયતના મોડીરાત્રે હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.




