સુપ્રીમ કોર્ટે ઓનલાઇન અને ઓફલાઇન સટ્ટાબાજી એપ્સ પર કડક નિયમનની માંગ કરતી અરજી પર તમામ રાજ્ય સરકારોને નોટિસ જારી કરવામાં આવી છે.આ સિવાય ઘણી મોટી એજન્સીઓ અને કંપનીઓ પાસે પણ જવાબ માંગ્યા છે.
માત્ર રાજ્ય સરકાર જ નહી સુપ્રીમ કોર્ટે પણ આ મામલામાં મહ્તવની કેન્દ્રીય એજન્સીઓ અને કંપનીઓને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે અને તેમના જવાબ પણ માગવામાં આવ્યા છે. કોર્ટે ભારતીય રિઝર્વ બેન્ક, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ગૂગલ ઇન્ડિયા, એપલ ઇન્ડિયા, ડ્રીમ 11 ફેન્ટસી સ્પોર્ટ, મોબાઇલ પ્રીમિયર લીગ અને A23 ગેમ્સ પાસે સટ્ટાબાજીને લઇને જવાબ માગવામાં આવ્યા છે.હાલમાં જ સટ્ટાબાજી અને ફેન્ટસી ગેમિંગ એપ્સ જેવી કે Dream11, MPL અને A23 ની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. જેમાં રિયલ મનીનું લેણદેણ વધુ હોય છે. જે ઘણી વાર સટ્ટા, જુગાર જેવી આદતોને પ્રોત્સાહન આપે છે. ઘણાં રાજ્યોમાં પહેલેથી આવી એપ્સને પ્રતિબંધિત કરવાની કોશિશ કરી છે.પરંતુ હવે આ અંગે એક સમાન રાષ્ટ્રીય નીતિની જરૂરિયાત અનુભવાઈ રહી છે.સુપ્રીમ કોર્ટે આ નોટિસને એક મોટુ પગલું માન્યુ છે. જેમા આવનારા દિવસોમા ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.




