દાહોદમાં SMCની ટીમે મોટી કાર્યવાહી કરી છે. દાહોદમાં SMCએ 20 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી 204 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
આ પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના રતલામના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી MD ડ્રગ્સ અને એક ગાડી સાથે બે આરોપીને ઝડપી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.SMCની ટીમને બાતમી મળી હતી કે એક કારમાં બે લોકો એમડી ડ્રગ્સની હેરફેરી કરી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર પર નજર રાખી ગુજરાતમાં એમપીથી ડ્રગ્સ લાવતી કારને રોકી તેની તપાસ કરતા પોલીસને ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આમ બાતમીના આધારે નશા કારક પદાર્થોની હેરાફેરી કરતા લોકો સામે કાર્યવાહી કરી છે.
SMCની ટીમે બાતમીના આધારે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો 204 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. હાલ આ MD ડ્રગ્સ ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી એક એમપી પાસીંગની કાર 3 જેટલા મોબાઈ 204 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો અને થોડી રકોડ રકમ જપ્ત કરી છે. આરોપીઓ આ ડ્રગ્સ ક્યાથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે.




