Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News: વાલોડના મોરદેવી ગામનો યુવક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો : ભેજાબાજે ઇન્સ્ટાગ્રામ થકી જોબ આપવાના નામે ૪૮ હજારથી વધુ પડાવી લીધા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં ઓનલાઈન ફોર્ડની સંખ્યામાં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે, વાલોડના મોરદેવી ગામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ થકી ઓનલાઇન જોબ આપવાના નામે ફ્રોડ થયો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વાલોડના મોરદેવી ગામના ગામતળ ફળીયામાં રહેતો ૨૧ વર્ષીય યુવક જેમીન તુષારકુમાર પ્રજાપતિ કુટુંબ પરિવાર સાથે રહે છે, અને કમ્પ્યુટર સાયન્સ અને એન્જીનિયરીંગનો તાજપોર બારડોલી ખાતે અભ્યાસ પુર્ણ કર્યો છે, જેમીન પ્રજાપતિ ગઈ તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ મોબાઈલ ફોનમા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ટાઇમ લાઇન ઉપર રીલ જોઈ રહ્યો હતો તે વખતે સ્ક્રીન ઉપર ડેટા એન્ટ્રી જોબ માટેની Ritika Sing પ્રોફાઈલ વાળી રીલ આવેલ જેથી પ્રોફાઈલ ખોલેલ અને જોબની જરૂર હોય Ritika Sing ના ઈન્સ્ટાગ્રામ ઉપર HI લખીને મેસેજ કરેલ હતો. જેથી જેમીનના મેસેન્જર ઉપર વોટસએપ નંબર 9911931394 આવેલ હતો. તે બાદ વોટસએપ ઉપર Zeotic BPO Services.docx ફાઇલ, વર્ક ડિટેલ્સનો ટેક્સ મેસેજ, gre en virgo projects-112. xlsx તથા ટાઇપીંગ પ્રોજેક્ટ ઇન્ટ્રક્શનનો ટેક્સ મેસેજ મોકલેલ હતા. વર્ક કઈ રીતના કરવાનુ છે તે વોટએપમાં મેસેજ કરીને પુછેલ જેથી તેઓએ એક QR કોડની સાથે એક લીંક મોકલેલ હતી જેના ઉપર નામ સરનામું, અભ્યાસ, બેન્ક એકાઉન્ટની તમામ ડિટેલ તથા રજીસ્ટેશન ફી ભર્યા અંગેના સ્ક્રીન સોટની માહિતી ભરવાની હતી. જેથી આ તમામ બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી ભરી અને QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન ફી રૂ.૭૦/-પણ ગુગલ પે થી ભરેલ હતી. તે બાદ ઓનલાઇન જોબ મળી ગયા અંગેનો ટેક્સ મેસેજ આવેલ ત્યારપછી જોબ માટેનો ટાસ્ક આપવામાં આવેલ જે ટાસ્ક પુર્ણ કરી સબમીટ કરેલ. ત્યારપછી વોટ્સએપ નંબર ઉપરથી QC ડિપાર્ટમેન્ટને વર્ક ચેક કરી આગળની માહિતી આપવામાં આવશે તેવી માહિતી આપવામા આવેલ હતી.તેમછતાં કોઈ જોબ મળી નહતી.

મહિલા આરોપીએ Ritika Sing નામની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ થકી ઓનલાઇન જોબ આપવાના નામે રજીસ્ટ્રેશન ફી, એકટીવેશન ફી, સેવીંગ એકાઉન્ટને કરંટ એકાઉન્ટમાં ટ્રાંસ્ફર કરવાની ફી, કન્ઝરવેશન ફી, સેલેરી એકાઉન્ટ કરવાની ફી, જી.એસ.ટી. પ્રોસેસ ફી, જી.એસ.ટી. બેલેન્સ ફી, એગ્રીમેન્ટ ફી એમ કુલ્લે રૂ.૪૮,૬૪૧/- જેટલા ગુગલ પે એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરાવડાવી લઈ પૈસા રીફંડ નહી કરી જોબ આપવાના નામે જેમીન તુષારકુમાર પ્રજાપતિ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેમીન પોતે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો હોવાનું જાણી જતા તાત્કાલિક સાયબર ક્રાઈમ ટોલ ફ્રી નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે વાલોડ પોલીસે ૨૮મી નારોજ બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!