ગુજરાત રાજ્યની ચાર દિવસની મુલાકાતે પધારેલ ત્રિપુરાના માન. રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડી અને લેડી ગવર્નર નર્મદા જિલ્લાના એકતાનગરના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદ પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી, પ્રોટોકોલ નાયબ કલેકટર એન.એફ.વસાવા, SSNNLના શ્રી મહેશભાઈ વસાવા, ડીવાયએસપી શર્માએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની પરિવાર સાથે મુલાકાત લીધી હતી તે વેળાએ એસઓયુના અધિક કલેકટર ગોપાલ બાનણિયાએ સ્વાગત કરી આવકાર્યા હતાં. ત્યારબાદ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને સરદાર સાહેબે દેશને એકતાના સુત્રે બાંધવાના કરેલા કાર્યોને ઝીણવટપુર્વક નિહાળ્યુ હતું. ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને આપેલા મહામુલા યોગદાન અંગે માહિતગાર થયા હતા. ત્રિપુરાના માન. રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન એસઓયુના ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતાની માહિતી આપી અવગત કર્યા હતાં. અને મોબાઈલમાં તસવિર લઈ કાયમી યાદગીરી કેદ કરી હતી.
મુલાકાત બાદ રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ વિઝીટર બુકમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. અને પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, છેલ્લા ૧૦ વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું સ્વપ્નું હતું એ આજે અહિ આવીને પુર્ણ થયું છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની શરુઆત થઈ ત્યારે હું પણ યુનિટી રનમાં ભાગીદાર બન્યો હતો. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દરેક ગામમાંથી લોખંડ ભેગુ કરી સ્ટેચ્યુ બનાવવા લોકોને પ્રોત્સાહિત કરી આહવાન કર્યુ હતુ અને ખેડૂતોએ પોતાના ખેતીના ઓજારોનુ લોખંડ પ્રતિમા બનાવવા માટે આપ્યુ હતું.
આ અભિયાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સ્વિકાર કરી આજે સાકાર કર્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોઈને સૌ આનંદ-ગૌરવની લાગણી અનુભવે છે. માન રાજ્યપાલ શ્રીનું એસઓયુની મુલાકાત વેળાએ અધિક કલેકટર શ્રી ગોપાલ બામણિયાએ માન.રાજ્યપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બૂક ભેટ આપી હતી. ત્યારબાદ ત્રિપુરાના માન. રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ સરદાર સરોવર ડેમનું મુલાકાત લીધી હતી. અને ડેમમાં વિશાળ જળરાશી દર્શન કર્યા હતાં. અને કંટ્રોલરૂમ ટનલ અને ડેમના નિર્માણ અને પાણીના સંગ્રહની ક્ષમતા, વીજ ઉત્પાદન, સિંચાઈ, પીવાના પાણી, મધ્યપ્રદેશ મહારાસ્ટ્ર અને ગુજરાત, રાજસ્થાન રાજ્યને મળતા જળરાશી-વીજના લાભાલાભ અંગેની માહિતી મેળવી હતી. અને ડેમના નિર્માણકાર્ય અંગેની ડેમના ઈજનેર શ્રી હાર્દિક મોરડિયા પાસેથી ઝીંણવટભરી માહિતી મેળવી હતી.
