આજથી એકાદ માસ પહેલા રાત્રીના સમયે નિઝરના વેલ્દા ગામે બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં તાપી પોલીસને જોરદાર સફળતા મળતી મળી છે, બે આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી સોનાના ઘરેણાઓ તથા કુલ્લે રોકડા રૂપીયા બાઈક તથા મોબાઇલ નંગ-૧ મળી કુલ્લે ૬,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે,જોકે હજી એક આરોપી ફરાર છે. મળતી માહિતી પ્રમાણે મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો તારીખ ૧૦/૦૭/૨૦૨૫ ના રોજ કુકરમુન્ડા તેમજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા.
તે દરમ્યાન એ.એસ.આઇ.જયેશભાઇ લીલકીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઇ દિગમ્બરભાઇ તથા રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈને ખાનગી રાહે સંયુક્ત રીતે મળેલ પાકી બાતમી મળી હતી કે, બે ઇસમો પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/૨૬/એજે/૦૩૧૬ ની ઉપર નિઝરમાં આવેલ અલગ અલગ જગ્યાએ સોના-ચાંદીની દુકાનવાળાઓને ત્યાં જઇ તેમના પાસેનું બીલ વગરનું સોનુ વેચવા માટે ફરી રહ્યા છે. તેવી બાતમી હકિકત મળતા નિઝરના એ.પી.એમ.સી. ત્રણ રસ્તા પાસેથી બાઈક ઉપર આવતા બે ઇસમોને ઝડપી પાડી પૂછ પરછ હાથ ધરતા (૧) વિશાલ રણજીતભાઇ ઠાકરે (ઉ.વ.૨૩ રહે.ગામ-કોઠલી ટાંકી ફળીયુ તા.નિઝર), (૨) નાગરસીંગ ઓંકારસીંગ સીકલીગર (ઉ.વ.૪૭ રહે.નલવા રોડ, મહાડા કોલોની,એકતા નગર, સીકલીગર મહોલ્લા, તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર) નાઓના હોવાની ઓળખ આપી હતી.
તેઓની ઝડતી તપાસ કરતા તેઓના કબજામાંથી એક સફેદ કલરના રૂમાલમાં સોના જેવી પીળી ધાતુની અલગ અલગ ઘરેણાઓ મળી આવેલ જે ઘરેણાઓ બાબતે પુછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ આપી શક્યા નહતા, જોકે કડકાઈથી વધુ પૂછ પરછ હાથ ધરતા (૩) પરેશ તાનાજીભાઇ પાડવી (રહે.ગામ-કોઠલી ટાંકી ફળીયુ તા.નિઝર)નાની સાથે આજથી આશરે એકાદ મહીના પહેલા વેલ્દા ગામે રાત્રીના સમયે એક બંધ મકાન હતુ તેમાં ઘરનું તાળું તોડી ઘરમાં મુકેલ બે કબાટના દરવાજા તોડી તેમાંથી ચોરી કરેલ હતી અને આ ચોરીમાં એક કબાટમાંથી રોકડા રૂપીયા બે લાખ મળ્યા હોવાની પણ કબુલાત કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે,પોલીસના હાથે પકડાયેલા બંને આરોપીઓના કબજામાંથી સોનાના ઘરેણાઓ નંગ-૯ કુલ્લે કિ.રૂ.૬,૨૦,૦૦૦/- તથા કુલ્લે રોકડા રૂપીયા ૨૭,૫૦૦/- તથા બાઈક નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે ૬,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
