દારૂના ગુન્હામાં સંડોવાયેલા અને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે.દારૂના બે જુદાજુદા ગુન્હામાં નાસતા ફરતા ૨ વોન્ટેડ આરોપીઓ તાપી પોલીસના હાથે પકડાયા છે.તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો તા.૯મી જુન નારોજ પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન મળેલ બાતમીના આધારે કુકરમુંડાના ફૂલવાડી ગામના ત્રણ રસ્તા પાસેથી સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને દારૂના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિપકભાઇ સંજયભાઇ પાડવી (રહે,કુકરમુંડા) નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ કુકરમુંડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જયારે બીજા બનાવમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો દારૂના ગુન્હાનો આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ અને દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સોયેલખાન રહેમતખાન પઠાણ (રહે.રાજીવગાંધી નગર,રાજુનગર તા.નવાપુર જી.નંદુરબાર (મહા) નાને ઉચ્છલના ફુલવાડી ગામના ત્રણ રસ્તા પાસેથી તા.૮મી જુન નારોજ ઝડપી પાડવામાં આવ્યો હતો.
