કુકરમુંડામાં વેપારીએ વર્ષ ૨૦૨૦માં ઉછીના લીધેલા રૂ.૧૦ લાખ પૈકી ૬ લાખ જેટલી રકમ ચુકવવાની બાકી હોય જે મુદ્દે લેણદારોએ જેને ઢીક્કમુક્કીનો માર મારી તથા તેમની પત્ની પાસે અભદ્ર માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે કરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડાના રહીશ રાહુલભાઈ ગોરખભાઈ કુંભાર (ઉ.વ.૩૮) કુકરમુંડા ચાર રસ્તા ઉપર દુકાન દુકાન ચલાવે છે, જોકે તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહિ હોવાથી વર્ષ ૨૦૨૦માં રાજેશભાઈ રઘુનાથભાઈ ચૌધરી પાસેથી રૂ.૧૦ લાખ ઉછીના લીધા હતા અને મકાનનો કબ્જા વગરનો ગીરવે આપ્યો હતો.
ત્યારબાદ ઉછીના લીધેલા નાણાં પૈકી આજદિન સુધી રૂ.૪,૦૦,૦૦૦ ચુકવી દીધા છે પરંતુ રૂ.૬,૦૦,૦૦૦ આપવાના બાકી છે. જે મુદ્દે અવાર-નવાર બજારમાં કે ઘરે આવીને રાજેશભાઈ ચૌધરી નાણાંની માંગણી કરી ધમકીઓ આપતા રહ્યા હતા. આમ, તેમને તારીખ ૧૧-૭-૨૫ની રાત્રિએ રાજેશભાઇ ચૌધરી તથા ગણેશ રઘુનાથભાઈ ચૌધરી બંને ભાઈઓ રાહુલભાઈના ઘરે જઈને બાકી નીકળતા છ લાખ હમણા જ આપ નહિ તો હું તને જાનથી મારી નાંખીશ કહીને પેટમાં તથા ગાલ ઉપર ઢીક્કમુક્કીનો મારમારી નીચે પાડી નાંખ્યા હતા. તેમજ મારામારી દરમિયાન છોડાવવા વચ્ચે પડેલ રાહુલભાઈની પત્ની ભારતીબેનને પણ મારમારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બંને ભાઈઓ સામે ફરીયાદ કરી હતી.
