સાયણ ટાઉનમાં ઝાટકાદેવી મંદિરની પાછળ આવેલી એવરવીલા સોસાયટીનાં મકાન નં.૮૨ સામેના રોડ ઉપર બે ઈસમો અલગ-અલગ મોપેડની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભા છે.
જેથી પોલીસે ત્યાં છાપો મારતા બે ઈસમો થેલામાંથી ઈંગ્લીશ દારૂનાં ક્વોટર અને બિયરના ટીન ડીકીમાં ભરી રહ્યા હતાં. જેથી પોલીસે મોપેડ ડીકી અને આગળનાં ભાગેથી દારૂની ૩૩ બોટલ અને બીયરનાં ટીમ કિંમત રૂપિયા ૯.૫૫૦ સાથે મોપેડ કબજે કરી મુળ સૌરાષ્ટ્રનાં રાજકોટ જિલ્લાનો વતની વિજય કામદાર (હાલ રહે.એવરવીલા સોસાયટી) તથા મુળ મહારાષ્ટ્રનાં અમરાવતી જિલ્લાનો વતની વિશાલ સખારામ ભાંડે (હાલ રહે.ધર્મનંદન એપાર્ટમેન્ટ, ઝાટકાદેવી મંદિર પાછળ)ને દબોચી કુલ રૂ.૧૯,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
