વડોદરામાં ત્રણ દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી છે ત્યારે બીજી તરફ બહાર નીકળી આવેલા મગરો પણ જોખમરૂપ બન્યા છે. વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા બાદ હજી પણ મહાકાય મગરો નદી બહાર મળી આવવાનો બનાવો બની રહ્યા છે. એક જ દિવસમાં સૌથી મોટા કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત 11 મગરનું કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ગૃહમાં 10 ફૂટનો મગર આવી જતાં રેસ્ક્યુ ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગના સોંપવામાં આવ્યો હતો. જયારે વહેલી સવારે ફરીથી 10 ફૂટનો બીજો એક મગર ખાસવાડી સ્મશાન ગૃહમાં લાકડા રાખવાની જગ્યાએ આવી જતા તેનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.




