બાલાસિનોર પાસેના વણાંકબોરી ડેમમાં મહુધાના બે વ્યક્તિઓ ડૂબ્યા હતા. ત્યારે તરવૈયાઓએ એકનો મૃતદેહ બહાર કાઠયો હતો. બીજા વ્યક્તિની શોધખોળ હજૂ ચાલુ હતી. ઈદ બાદ મહુધા અને કપડવંજના મુસ્લિમ બિરાદરો ફરવા માટે આવ્યા હતા ત્યારે કરૂણાંતિક બનતા ગમગીનિ ફેલાઈ ગઈ હતી.
ઈદ બાદ ફરવા માટે મહુધા અને કપડવંજના લોકો વણાંકબોરી ડેમ ખાતે ઉમટી પડયા હતા. 
ડેમમાં બે મુસ્લિમ બિરાદરો ડૂબ્યા હોવાની જાણ થતા સ્થાનિક ફરવા આવેલ લોકમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. બાલાસિનોર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ સાથે બોટ પણ ઘટના સ્થળે લવાઈ હતી. તરવૈયા અને બોટની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે સલમાનમિયા સલીમમિયા મલેક (રહે.ફિણાવ ભાગળો, ખાડિયાપર, મહુધા)નો મૃતદેહ તરવૈયાઓએ બહાર કાઠયો હતો. જયારે બીજા વ્યક્તિની શોધખોળ ચાલુ રાખી હતી.



