ભરૂચ તાલુકામાં આવેલાં રહાડપોર ગામે બકરાના મુદ્દે બે-બે પરિવારો બાખડતાં સામસામે પથ્થરમારો કરાયો હતો. જેમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. અજીમનગર સોસાયટીમાં રહેતાં રઝિયાબેન અતાઉલ્લાખાન પઠાણના ઘરમાં તેમની સોસાયટીમાં રહેતી મીનાબેન રાણાનો બકરો ઘુસી આવતાં તેને બહાર કાઢ્યો હતો.
તે સમયે મીનાબેનનો પુત્ર ફ્યાન ત્યાંથી પસાર થતો હોઇ તેને રોકી બકરાને બાંધીને રાખવા જણાવતાં થોડીવારમાં મીના તેની બે પુત્રીઓ આરજુ અને શમા સાથે તેના ઘરે આવી અપશબ્દો બોલી ઝઘડો કરી પત્થર ઉંચકી તેમના માથામાં મારી દેતાં ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવને પગલે તેમણે મીના અને તેની બન્ને પુત્રી આરજુ અને સમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં મીના ફિરોજ રાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર ફયાન રડતો ઘરે આવતાં તેને પુછતાં તેણે ફળિયામાં રહેતાં અકબરની મમ્મી બકરાને પથ્થર મારતાં તેને ટોકતાં અપશબ્દો બોલી માર માર્યો હતો. જેથી તેઓ બન્ને પુત્રી આરજુ અને સિમરન સાથે ત્યાં જઈ કહેતાં અકબર, તેની માતા, તેનો ભાઈ ઝૂબેર તેમજ તેની કાકીએ મળી તેમના પર હુમલો કરી તેમને લાકડીના સપાટા માર્યા હતાં.
