કુકરમુંડા બેજ ગામના મહારાજ ફળિયામાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાના પત્તા વડે પૈસાવતી હારજીતનો જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા હતા, જયારે ૬ જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૭/૦૬/૨૦૨૫ નાંરોજ કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગારની રેડમાં નીકળેલ હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બેજ ગામના મહારાજ ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાના પત્તા વડે પૈસા વતી હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યા પર પહોંચી ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાના પત્તા વડે પૈસાવતી હારજીતનો જુગાર રમતા દીપક ગીબાભાઈ પાડવી (રહે.ચીખલીપાડા ગામ, કુકરમુંડા) અને રવિદાસ નારસિંગભાઈ પાડવી (રહે.બેજ ગામ, કુકરમુંડા)ને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસ રેડ જોઈ અને અંધારાનો લાભ ઉઠાવી સ્થળ ઉપરથી શાંતારામ કાલુસિંગભાઈ પાડવી, દેવેન્દ્ર રાજુભાઈ પાડવી, કમન રૂપજીભાઈ વળવી, રત્નાકાર રાજુભાઈ પાડવી, દિનેશ દિલીપભાઈ પ્રધાન અને યોગેશ સુરેશભાઈ પ્રધાન (તમામ રહે.બેજ ગામ, કુકરમુંડા) ભાગી છુટ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો સહીત રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બે જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ૬ જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કવામાં આવ્યા હતા.
