મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરમાંથી જે. કે. ગેટ નજીક રેલવે સ્ટેશન તરફ જતાં રોડ ઉપર અને હાથી ફળિયાનાં આશીર્વાદ કોમ્પ્લેક્ષ સામે ખુલ્લા છાપરામાં જુગાર રમાડનાર બે જણાને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૫/૦૪ /૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં હતા. 
જયારે બીજા બનાવમાં સોનગઢ નગરનાં હાથી ફળિયામાં આશીર્વાદ કોમ્પ્લેક્ષ સામે ખુલ્લા છાપરામાં પોતાના આર્થિક લાભ માટે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડાઓ ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમાડતો જાકીર દાઉદ શેખ (રહે.હાથી ફળિયું, સોનગઢ)ને જુગાર રમવાના સાધનો સહીત રૂપિયા ૫૩૫/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બંને જુગાર રમાડનાર સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




