Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મટાવલ ગામનાં ચેક પોસ્ટ પાસેથી ટેમ્પોમાં ભેંસો ભરી જતાં બે ઈસમો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કુકરમુંડાનાં મટાવલ ગામનાં ચેક પોસ્ટ ઉપરથી એક બોલેરો પીઅકપ ટેમ્પોમાં ટુંકા દોરડા વડે બાંધી તેમજ ભેંસો માટે ઘાસચારા કે પછી પાણીની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારનાં મેડીકલ સાધનો વગર પાંચ ભેંસોને ભરી જતાં મહારાષ્ટ્રનાં બે ઈસમો ઝડપાયા હતા.

મળતી માહિતી મુજબ, કુકરમુંડાનાં મટાવલ ગામનાં ચેક પોસ્ટ ઉપરથી એક બોલેરો પીઅકપ ટેમ્પો નંબર એમએચ/૦૫/બીએચ/૫૧૧૦નો ચાલક જાવિદભાઈ સલીમભાઈ કુરેશી (રહે.કુરેશી મહોલ્લા, તલોદા, જી.નુંદરબાર)નાઓ અને તેની સાથેનો શખ્સ નજીમખા સલીમખા કુરેશી (રહે.બદરી કોલોની, તલોદા, જી. નુંદરબાર)નાંઓએ પોતાના ટેમ્પોમાં ૫ ભેંસોને ખીચોખીચ ભરી ભેંસોને બિન જરૂરી દુ:ખ કે દર્દ ભોગવવું પડે તેવી હાલતમાં તેમજ આ ભેંસોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટુંકા દોરડા વડે બાંધી તેમજ ભેંસો માટે ઘાસચારાનો ખોરાક અને પાણીની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારનાં મેડીકલ સાધનો વગર અને ભેંસોને લઈ જવા માટે કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફીસરના પ્રમાણ પત્ર વિના ગેરકાયદેસર રીતે વહન કરી રહ્યા હતા. તેમજ મહારાષ્ટ્ર રાજ્યનાં ધુલીયા ખાતે ભરાતા મીના બજારમાં માર્કેટમાં વેચાણ અર્થે ટેમ્પોમાં ભરી લઈ જતાં હતા. આમ, પોલીસે પાંચ નંગ ભેંસો જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- અને ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦0/- તથા બે નંગ મોબાઇલ મળી કૂલ રૂપિયા ૬,૧૦,૦૦૦/-ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ટેમ્પો ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!